માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કંડલા હાઇવે ઉપર હોટલ પાસેથી પિસ્તોલ અને કાર્ટિસ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE











મોરબીમાં કંડલા હાઇવે ઉપર હોટલ પાસેથી પિસ્તોલ અને કાર્ટિસ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી કંડલા હાઇવે ઉપર આવેલ હોટલ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૦,૨૦૦ ની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ શક્તિ સામે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધીને તેની પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં એસઓજી ની ટીમ દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સોને પકડવા માટે જુદી જુદી દિશામાં કામગીરી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબી કંડલા હાઇવે રોડ ઉપર ધ હોટલ ફન પાસે એસઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી નીકળેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેસી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને ૧૦૦૦૦ રૂપિયાની કિંમતની પિસ્તોલ તથા બે જીવતા કાર્ટિસ આમ કુલ મળીને ૧૦,૨૦૦ ની કિંમતના મુદ્દામાલને પોલીસે કબજે કર્યો હતો અને આરોપી અમિતસિંહ જીતુભા સોલંકી જાતે કારડીયા રાજપુત (૩૭) રહે જનકપુરી સોસાયટી કંડલા હાઇવે મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News