હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની બોરિયા પાટી શાળાનો પ્લાન બનાવમાં વિલંબ થયો છે !, હવે ઘટતી કાર્યવાહી કરીશું: સાંસદ-ધારાસભ્ય


SHARE







મોરબીની બોરિયા પાટી શાળાનો પ્લાન બનાવમાં વિલંબ થયો છે !, હવે ઘટતી કાર્યવાહી કરીશું: સાંસદ-ધારાસભ્ય

મોરબી શહેરના વોર્ડ નંબર 12 માં આવેલ બોરીયા પાટીમાં સરકારી શાળાનું બિલ્ડીંગ જ નથી તેની માહિતી સામે આવી છે અને હાલમાં પતરાના સેડ નીચે તડકામાં બાળકો શિક્ષણ લેવા મજબૂર બન્યા છે ત્યારે આ બાબતે મોરબી કચ્છના સાંસદ અને મોરબી ધારાસભ્યએ ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપેલ છે

સરકારી શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળે તેના માટે લાખો અને કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે જોકે મોરબી શહેરના વોર્ડ નંબર 12 માં આવેલ બોરિયા પાટી વિસ્તારમાં વર્ષો જૂની બોરીયા પાટી પ્રાથમિક શાળા છે આ શાળાના જર્જરીત બિલ્ડીંગને અઢી મહિના પહેલા તોડી પાડવા આવેલ છે જો કે, નવું બિલ્ડીંગ ક્યારે બનશે ?, કેવી રીતે બનશે ? અને કેટલા ખર્ચે બનશે ? તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી ન હતી જેથી કરીને શાળાનું નવું વર્ષ ચાલુ થતાં બાળકોને હાલમાં ઉનાળાની કાળજાળ ગરમી છે ત્યારે પતરાના સેડ નીચે બેસાડીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેની માહિતી સામે આવી છે ત્યારે આ મુદે સાંસદ વિનોદભાઇ ચાવડા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે શાળાનો પ્લાન બનાવવામાં વિલંબ થયો છે જો કે, હવે જે ઘટતી કાર્યવાહી હશે તેની ચર્ચા કરીને વહેલી તકે શાળા બને તેના માટેની સૂચના આપવામાં આવશે તેવું કહ્યું છે






Latest News