હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના માળિયા હાઇવે અમરનગર ગામ પાસે રીક્ષા સાથે ગાય અથડાતા ત્રણ ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE











મોરબીના માળિયા હાઇવે અમરનગર ગામ પાસે રીક્ષા સાથે ગાય અથડાતા ત્રણ ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર અમરનગર ગામની પાસેથી જતી ઓટોરિક્ષા સાથે ગાય અથડાવાનો બનાવ બન્યો હતો જેમા ત્રણ લોકોને ઈજા થતાં સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર અમરનગર ગામ પાસે વાહન અકસ્માત થયો હતો જેમાં ઓટો રીક્ષા નંબર જીજે ૧૦ ટીઝેડ ૧૬૧ સાથે ગાય અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં અકબર બાવાભાઈ સામતાણી (ઉમર ૪૪), હવાબેન રફિકભાઈ કાજડીયા (ઉમર ૩૫) અને મોહમ્મદભાઈ આદમભાઈ (ઉમર ૬૦) વાળાઓને ઇજા થતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ગાય રીક્ષા સાથે ટકરાતા બનેલ બનાવમાં ઇજાગ્રસ્તોને ૧૦૮ વડે સિવિલે ખસેડાયા હતા.હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આ બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા વીરપર ગામે રહેતા પ્રકાશભાઇ ખીમાભાઈ વાંક નામના ૪૨ વર્ષના યુવાનને વીરપર ગામે ખેતરમાં કામ કરતા સમયે કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થઈ હતી.જેના પગલે તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.હાલ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના માથક ગામે રહેતા દર્શનાબા ક્રિપાલસિંહ જાડેજા નામની મહિલા હળવદના માથક ગામે તેમના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે અત્રેની સમર્પણ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે મોરબી બી ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પંથકનો હોય બનાવ સંદર્ભે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી






Latest News