મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામે વીજ પોલ ઉપર ચડતા શોક લગતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE











મોરબીના માણેકવાડા ગામે વીજ પોલ ઉપર ચડતા શોક લગતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

મોરબીના માણેકવાડા ગામે રહેતો યુવાન વીજ પોલ ઉપર ચડ્યો હતો ત્યારે વીજ શોક લાગતા તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી ઈજા થતાં તે યુવાનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતો રમજાન તૈયબ સુમરા (૨૫) નામનો યુવાન ગામમાં શાળા પાસે વીજ પોલ ઉપર ગત તા ૨૦ ના રોજ ચડી ગયો હતો જેથી ત્યાં તેને ઈલેક્ટ્રીક શોટ લાગતા તે ઉપરથી નીચે પટકાતા આ યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી હતી ત્યાર બાદ તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે વધુમાં આ બનાવવા અંગે મૃતક રમજાન સુમરાના ભાઈ હાજી તૈયબ સુમરા સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કેરમજાનને ગામમાં પંચરની દુકાન છે અને ત્યાં વીજપોલ ઉપર તે ચડ્યો હતો દરમિયાન તેને ઈલેક્ટ્રીક શોટ લાગતાં તે વીજ પોલ ઉપરથી નીચે પટકાયો હતો અને તેને સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે






Latest News