મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

“તમે તમારી આખી જિંદગીમાં શું કમાણા ?” સવાલ કરનારા સાવધાન


SHARE







(હિમાંશુ ભટ્ટ) કોઈપણ બાળકના ઘડતરમાં જેટલું યોગદાન તેના શિક્ષકનું હોય છે તેનાથી પણ વિશેષ યોગદાન જો કોઈનું હોય તો તે છે તેના પિતા.. કેમ કે, જીવનના દરેક ડગલે અને પગલે પ્રેક્ટિકલ પરીક્ષાઓ જાતે જ આપીને અનુભવનું ભાથું સંતાનો માટે એકત્રિત કરનાર પિતા પાપા પગલીથી લઈને પગભર થવા સુધીમાં બાળકના ઘડતર માટે અમૂલ્ય યોગદાન આપે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ખાસ કરીને ખિસ્સા ભલે ખાલી હોય પણ મારી દીકરી કે મારા દીકરાને કોઈપણ પ્રકારની ઓછપ ન આવવી જોઈએ તેની સતત ચિંતા કરતાં દરેક પિતા દરરોજ સવાર પડેને તેના સંતાનો સહિત પરિવારના લોકો માટે સુખને શોધવા માટે ઘરની બહાર નીકળતા હોય છે

પિતા પરિવારનાએ સભ્ય હોય છે કે જે બાળકના ઘડતર માટે અમૂલ્ય યોગદાન આપે છે તેમ છતાં પણ તેની ક્યાકને ક્યાક અવગણના ચોક્કસ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને આજકાલની આધુનિક ટેક્નોલૉજી વાળી પેઢી વાત વાતમાં એવું કહે કે, તમને ખબર ન પડે તમે શાંતિ રાખો અને ભણી ગયા પછી આર્થિક રીતે સધ્ધર થયેલા કેટલાક દીકરા તેના પિતાને ઘણી વખત એવું પૂછાતા હોય છે તમે તમારી આખી જિંદગીમાં શું કમાણા ?... તેને કોણ સમજાવે કે તેઓની આખી જીંદગીની કમાણી જ તું છે ત્યારે રાત-દિવસ મહેનત કરીને પરિવારના ગુમનામ હીરો  સમાન પિતાને તેના સંતાનો પાસે પ્રેમ સિવાય બીજું કશું જ જોઈતું નથી હોતું ત્યારે આજે ફાધર્સ ડે નિમિતે અગાઉ કરેલી ભૂલોને ભૂલીને તમારી લાઈફના રિયલ હિરોને સન્માનીત કરવાનું ચુકશો નહી

 




Latest News