મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં ચાર યુવાનોને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો


SHARE































મોરબીમાં કુબેરટોકીઝ પાછળ ધાર ઉપર ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા યુવાન અને તેના મિત્રોની સાથે માથાકૂટ કરીને યુવાન અને તેની સાથે બે મહિલાઓએ માર માર્યો હતો અને ઈંટ તેમજ ટાઇલ્સ મારીને લોહિયાળ ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં કુબેરટોકીઝ પાછળ ધાર ઉપર ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા હિતેષભાઇ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા જાતે ભરવાડ (ઉ. ૨૧) યુવાને હાલમાં તેજસ ઉર્ફે તેજલો મકવાણા, પુજાબેન (તેજસભાઇની બહેન) અને કોકીલાબેન (તેજસભાઇના માસી) સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેજશએ ફરિયાદી અને સંજયભાઇની સાથે બોલાચાલી તેમજ ઝધડો કરીને ભુંડી ગાળો આપી હતી અને ઢીંકાપાટુનો માર માર્યો હતો બાદમાં તેની બહેન અને માસીએ આવીને ફરિયાદી અને સંજયભાઇ તથા દુદાભાઇ ઉપર છુટ્ટા પથ્થરના ઘા મારી તેમજ ફરિયાદીને માથામાં ટાઇલ્સ મારીને લોહીયાળ ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ શૈલેષભાઇ આરોપીના ઘરે સમજાવવા જતા તેની સાથે ત્રણેય આરોપીઓએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો જેથી પોલીસે ઇપીકો કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ તેજસ જીવરાજ મકવાણાએ પત્ની રીયાબેન તેજસભાઇ મકવાણા તથા માસી કોકીલાબેન નવઘણભાઈ મકવાણા ઉપર વિપુલ ઉર્ફે ટકો ઉર્ફે હિતેશ ભરવાડ, સંજય ઉર્ફે ભુરો ભરવાડ, દુદો ભરવાડ અને શૈલેષ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી અને મારા મારીના આ બનાવમાં હવે વળતી ફરિયાદ નોધાઈ છે ત્યારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યાવહી કરી  છે












Latest News