મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને દિશા કમિટિની બેઠક યોજાઇ


SHARE







મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને દિશા કમિટિની બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) ની બેઠક મળી હતી ત્યારે જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.

સાંસદએ બેઠકમાં મોરબી જિલ્લાના મહત્વના એજન્ડાઓ પર ભાર આપી દિશા હેઠળની મહાત્મા ગાંધી નરેગા યોજનાશ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજનામિશન મંગલમપ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)સ્વચ્છ ભારત મિશન યોજનાપ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાપ્રધાનમંત્રી સડક યોજનાઈ-ગ્રામ યોજનાસંકલીત બાળ વિકાસ યોજનાનેશનલ હેલ્થ મિશનપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાસમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓવાસ્મોસર્વ શિક્ષા અભિયાનપ્રધાનમંત્રી કૌશલ યોજનાજળમાર્ગ વિકાસ પ્રોજેક્ટપ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. પ્રાદેશિક વાહન વ્યવહારફોરેસ્ટ વિભાગ સહિત વિવિધ જન કલ્યાણની યોજનાઓ અને વિવિધ કાર્યક્રમો હેઠળ થયેલા કામોની વિગતો જાણી જરૂરી સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગોને વિવિધ સુચનો કર્યા હતા.

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રાજાશાહી વખતની ઇમારતો જર્જરીત થઈ ગઈ હોય તેનો નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આંગણવાડીના ખૂટતા મકાનો માટે ઝુંબેશ ઉપાડી જે- તે ગામના સરપંચઓ સાથે સંકલન કરી મનરેગા યોજના હેઠળ તેમની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. આ બેઠકમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કુપોષિત બાળકોની વધુમાં વધુ સારસંભાળ લેવા જરૂરી સુચનો કર્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ.ગઢવીએ આ બેઠકનું સંચાલન કરી સબંધિત વિભાગના અધિકારીએ દરેક પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લાઓમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાકલેક્ટર જી.ટી. પંડ્યાડીડીઓ ડી.ડી. જાડેજા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News