મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

કર્ણાટકની માનવી બેઠક પર ભાજપની જીત માટે બહોળી સંખ્યામાં લોકોને મળી પ્રચાર કરતાં બ્રિજેશ મેરજા


SHARE







કર્ણાટકની માનવી બેઠક પર ભાજપની જીત માટે બહોળી સંખ્યામાં લોકોને મળી પ્રચાર કરતાં બ્રિજેશ મેરજા

કર્ણાટકના ૫૫-માનવી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બી.વી.નાયક સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી કરી હતી અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અન્વયે રાયચુરા જિલ્લાની માનવી બેઠકની જવાબદારી ભાજપ નેતૃત્વ દ્વારા મોરબીના પુર્વ ધારાસભ્ય અને પુર્વ મંત્રી બ્રીજેશ મેરજાને સોંપવામાં આવેલ હોય તે અન્વયે તેઓએ ત્યાંના આગેવાનો સાથે મળીને ચુંટણીની વિવિધ કામગીરી ચાલુ કરી દીધી છે.

ભાજપ માનવી મંડલ કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચાર, વ્યવસ્થા, બુથ, પેજ સમિતિ, શક્તિ કેન્દ્રો વિગેરે કામગીરી અંગે ચર્ચા કરી હતી.કોઈપણ સંજોગોમાં માનવી વિધાનસભા બેઠક જીતવા કાર્યકર્તાઓને ઘનિષ્ઠ કામગીરી કરવા કામે લાગી જવા જણાવ્યું હતુ.આ પ્રસંગે કાર્યકર્તાઓએ ભારત માતાના જયઘોષ સાથે પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. ગુજરાત રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી અને મોરબીના પનોતા પુત્ર બ્રિજેશભાઈ મેરજા દ્વારા કર્ણાટક ખાતેની કામગીરીથી તેમના મહેનતુ સ્વભાવ અને સૌ સાથે સાલસ ભર્યા માનવીય અભિગમને કારણે કર્ણાટકમાં પણ કાર્યકર્તાઓના દિલમાં સ્થાન મેળવી લીધું છે અને સતત પ્રચાર કાર્યમાં ગડાડુબ હોવાના કારણે મોરબી-માળીયાના કાર્યકર્તાઓ અને બ્રિજેશભાઈના શુભેચ્છકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને એમની કામગીરીને વધાવી રહ્યા છે.






Latest News