મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ અને વાંકાનેરમાં જુગારની જુદી જુદી બે રેડ: નવ જુગારીઓ ઝડપાયા


SHARE







મોરબીના ઘુટુ અને વાંકાનેરમાં જુગારની જુદી જુદી બે રેડ: નવ જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકાના ઘુટુ ગામે અને વાંકાનેરમાં આવેલ રેલવે બ્રિજ નીચેના ભાગમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા કુલ મળીને નવ જુગારીઓ ઝડપાયા હતા અને તેની પાસેથી પોલીસે કુલ મળીને ૪૧,૧૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારા ધારા હેઠળ ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામની સીમમાં આવેલ હરિઓમ પાર્ક સોસાયટીના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈશ્વરભાઈ ઉકાભાઇ કુરિયા (૫૩), રમેશભાઈ કાનજીભાઈ ઝાકાસણીયા (૪૮), ચંદ્રકાંત મનજીભાઈ કુંડારીયા (૩૪), ભરતભાઈ ભૂદરભાઈ કુંડારીયા (૪૮), ખીમજીભાઈ મગનભાઈ દેત્રોજા (૫૮) અને દિનેશભાઈ ટપુભાઈ રામોલિયા (૫૧) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૯૧૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડ રેલવે બ્રિજના નાલા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં કરી હતી ત્યારે સાગરભાઇ ભુપતભાઈ ધોળકિયા (૨૩)ભુપતભાઈ કાનાભાઈ રાતડીયા (૨૩) અને યુનુસભાઈ શરીફભાઈ કેડા (૩૮) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૨૦૩૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે દાઉદભાઈ હાજીભાઈ કલર જાતે સંધિ મુસ્લિમ (૭૪) રહે. કાલિકા પ્લોટ વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૧૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News