મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સોશ્યલ મીડિયાથી સંપર્ક કરીને સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી હસન જેલ હવાલે


SHARE







મોરબીમાં સોશ્યલ મીડિયાથી સંપર્ક કરીને સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી હસન જેલ હવાલે

મોરબી રવાપર રોડે રહેતા પરિવારની સગીર દીકરીનો સોશ્યલ મીડિયાથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ હતી અને મેડિકલ સહિતના પુરાવ મેળવવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી હતી જો કે, હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં સોશ્યલ મીડિયાને લઈને મારા મારી, હુમલ સહિતના બનાવો સામે આવ્યા છે ત્યારે હાલમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકોના વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવેલ છે જેમાં મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પટેલ પરિવારની ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેને નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડ ખાતે લઈ જવામાં આવી હતી અને "ત્યાં રૂમ ભાડે રાખીને" આરોપી હસન સંધિ નામના શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું જેની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

ખાસ કરીને મોબાઈલ ફોન નાની ઉમરે જ દીકરા અને દીકરીઓના હાથમાં ફોન આપતા વાલીઓએ જાણવાની જરૂર છે કે, આ આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું આટલું જ નહીં તેના આપત્તિજનક ફોટા પાડી લીધા હતા જેને વાયરલ કરવાની ધમકીઓ આપીને અવારનવાર સગીરાને હેરાન પરેસાન કરવામાં આવતી હતી જેથી કરીને ભોગ સગીરાએ આ વાત ઘરે કરી હતી ત્યાર બાદ સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપી હસન સંધિની ધરપકડ કરીને આરોપીને જેલમાં ધકેલી દીધેલ છે પરંતુ વધુ પડતો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકોના પરિવારજનોએ તેના સંતાનો કોના સંપર્કમાં છે તે સહિતની બાબતોની કાળજી રાખવાની ખાસ જરૂર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News