મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

ટંકારા ખાતે ૨૮મીએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે


SHARE









ટંકારા ખાતે ૨૮મીએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૮ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે  આઈ.ટી.આઈ. ટંકારા, રાજકોટ-મોરબી રોડ, ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં મોરબી  જિલ્લાના  ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News