મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની ૧૫ મી પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની ૧૫ મી પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી માળીયા (મીં) ના માજી ધારાસભ્ય અને રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ.પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની ભર યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતાં તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે નિદાન, સારવાર અને મફત દવા આપવાના માનવતાલક્ષી કેમ્પો પ્રસંગોપાત છેલ્લા ૧૪ વર્ષથી યોજવામાં આવતા હોય છે.

કાલે તા ૨૩ ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી ક્રિષ્ના હોલ કંડલા બાયપાસ રોડ વાવડી ચોકડી અતુલ ઓટોની બાજુમાં મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં અવાયું છે આ કેમ્પમાં ડો. ભાવિન ગામી, ડો. હિતેષ કણઝારિયા, ડો. શરદ રૈયાણી, ડો. યોગેશ પેથાપરા, ડો. આશિષ રાંકજા, ડો. અલ્પેશ ફેફર, ડો. ભાવેશ શેરસીયા, ડો. મેહુલ પનારા, ડો. કૃષ્ણ એ. ચગ, ડો. તૃપ્તિ સાવરિયા સેવા આપશે જેથી કરીને ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશનના ડો. ભાવીન ગામી અને સન્ની મેરજાએ દર્દીઓને તેનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે






Latest News