મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષકને ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરાશે


SHARE







મોરબીના શિક્ષકને ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરાશે

સ્કૂલ એકેડેમી કેરલા અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણના ક્ષેત્રમાં નાવીન્યપૂર્ણ કામ કરતા રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ઈનોટીવ શિક્ષક, તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ મારફત વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત કાર્યરત એવા શિક્ષકોને પસંદ કરીને "ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન" એવોર્ડ એનાયત કરવામાં આવે છે ત્યારે સમગ્ર ભારતમાંથી ૧૧૦ જેટલા પસંદગી થયેલ શિક્ષકોમાં મોરબી જિલ્લામાં સભારાવાડી  પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને આ સન્માન મળ્યું છે અત્રે ઉલેખનીય છે કે, વિજયભાઈએ શિક્ષણના અનેક ક્ષેત્રમાં અનેકવિધ કામગીરી કરી છે. અને બાળકોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શાળામાં કરાવે છે. તેમણે કરેલી ૯૦૦ જેટલી પ્રવૃતિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરેલી પ્રસંશનીય કામગીરીના ફળ સ્વરૂપે આ એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. અગાઉ પણ તેઓ પાંચ એવોર્ડ અને ૧૮ સન્માન મેળવી ચૂક્યા છે. આ એવોર્ડ તેમને તા ૨૭/૪ ના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ટીમ મંથન ગુજરાત દ્વારા અર્પણ કરવામાં આવશે. આ તકે  પસંદગી થતાં વિજયભાઈએ ટીમ મંથન ગુજરાતના  શૈલેષભાઈ પ્રજાપતિ, અનિલભાઈ શ્રીમાળી અને સતીષભાઈ પ્રજાપતિ તેમની અને સમગ્ર ટીમ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News