હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડામાં પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ચાર શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો


SHARE











વાંકાનેરના ગુંદાખડામાં પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ચાર શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા યુવાનના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હોય યુવતીના પિતા સહિતના ચાર શખ્સો દ્વારા તેને લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા મુકેશભાઈ અમરશીભાઈ ચાવડા (૪૯)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગેલાભાઈ સગરામભાઇ સાપરા, લગધીરભાઈ સગરામભાઇ સાપરા, સુખાભાઈ સાપરા અને નવઘણભાઈ સાપરા રહે. બધા ગુંદાખડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના દીકરા રાહુલે આરોપી ગેલાભાઈ સાપરાની દીકરી ભારતી સાથે પ્રેમ લગ્ન કરેલ છે જે બાબતનો ખાર રાખીને ગુંદાખડા ગામની સીમમાંથી ફરિયાદી બાઈક લઈને જતા હતા ત્યારે તેને રોકીને રસ્તા ઉપર નીચે પછાડી દીધા હતા ત્યારબાદ ગેલાભાઈ અને લગધીરભાઈએ તેને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને સુખરામભાઈ તથા નવઘણભાઈએ તેને પકડી રાખીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે






Latest News