મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીની પાછળ પડેલા શખ્સને તુ શુ કામ અમારો પરિવાર બગાડે છે તેવું કહેનારા પતિને માર માર્યો


SHARE







મોરબીમાં પત્નીની પાછળ પડેલા શખ્સને તુ શુ કામ અમારો પરિવાર બગાડે છે તેવું કહેનારા પતિને માર માર્યો

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દીકરીની દવા લેવા માટે આવેલ મહિલાના ઘર પાસે અવારનવાર આટા ફેરા મારતા અને મહિલાને ફોન કરનારા શખ્સને મહિલાના પતિએ તુ શુ કામ અમારો પરિવાર બગાડે છે તેવું કહેતા ઉસ્કેરાઈ ગયેલા શખ્સે તેનો કાંઠલો પકડીને બે ત્રણ ફડાકા માર્યા હતા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ ઉપર મફતિયાપરા વિસ્તારમાં રહેતા હિતેશભાઈ શામજીભાઈ સુમેરા (૩૨)એ વિજયભાઈ લોહાણા રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ ગરબી ચોક મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી અવારનવાર તેની પત્નીને ફોન કરતો હતો અને તેના ઘર પાસે આંટાફેરા મારતો હતો દરમિયાન તેની પત્ની અને દીકરી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા માટે થઈને આવ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં ગેટ પાસે આરોપી વિજય લોહાણા ઉભો હતો જેથી ફરિયાદીએ તેને તું શું કામ અમારો પરિવાર બગાડે છે તેવું કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેનો કાંઠલો પકડીને બે ત્રણ ઝાપટો મારી હતી અને ગળા ઉપર નખોડીયો માર્યો હતો તેમજ ઝપાઝપી કરીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News