મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં રોજડાનો શિકાર કરતા પકડાયેલ બે શખ્સ સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો


SHARE







હળવદ તાલુકામાં રોજડાનો શિકાર કરતા પકડાયેલ બે શખ્સ સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો

હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં થોડા દિવસો પહેલા રોજડાનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ હતી અને જે તે સમયે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી તેની પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યું હતું તે પૈકીના માળિયા મીયાણાના અંજીયાસર ગામના રહેવાસી બે શખ્સની પાસેથી ત્યાં એક બાર બોરની બંદૂક, પાંચ જીવતા કાર્ટિસ, ૧૯ વાપરેલ કાર્ટિસ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હોય પોલીસે ૧૦,૬૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે ગત તા.૬/૪/૨૩ ના રોજ રાત્રિના સમયે રોજડાનો શિકાર કરવામાં આવતો હોય વિશ્વ હિન્દુ પરિષદ અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગના અધિકારીને સાથે રાખીને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રોજડાના માસ, ચામડા વિગેરે મળી આવ્યું હતું તેમજ હથિયાર પણ મળી આવ્યું હતું જેથી વન વિભાગના અધિકારી દ્વારા શિકાર કરનારી ગેંગના બે શખ્સ અને વાડીના માલિક તેમજ તેના દીકરા સહિત કુલ મળીને ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી તેની સામે ગુનો નોંધી તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે

દરમિયાન હાલમાં હળવદ ક્ષેત્રીય રેન્જના વન રક્ષક હરેશભાઈ શંકરભાઈ સોનાગ્રા (૨૭) એ ફારુકભાઈ નિઝામભાઈ મોવર જાતે મિયાણા અને દાદુભાઇ હબીબભાઈ મોવર રહે અંજીયાસર તાલુકો માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, કડીયાણા ગામની સીમમાં જેઠાભાઇ મનજીભાઈ પટેલની વાડીએથી બંને આરોપીઓ પરવાનાવાળી બાર બોરની એક બંદૂક, પાંચ જીવતા કાર્ટિસ અને ૧૯ ફાયર કરેલા કાર્ટીસ તેમજ મોટા છરા ત્રણ અને નાના છરા ૧૦૮૨ આમ કુલ મળીને ૧૦,૬૮૦ ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને હાલમાં વનરક્ષક દ્વારા શિકારીઓની સામે આર્મ્સ એકટ કલમ ૨૭(૧), ૨૯, ૩૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં શિવપુર વાળા રસ્તે હર્ષદભાઈ જગાભાઈ વિજવાડીયા જાતે કોળીના કબજા ભોગવટા વાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ઠંડો આથો ૮૦૦ લીટર, તૈયાર દેશી દારૂ ૯૦ લિટર અને ભઠ્ઠીના અન્ય સાધનો આમ કુલ મળીને ૬૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી પોલીસે કબજે કર્યો હતો અને આરોપી હર્ષદભાઈ જગાભાઈ વિજવાડીયા જાતે કોળી (૩૧) રહે. ઓળ ગામ વાળાની ધરપકડ કરવામાં આવી છે અને વરસિંગભાઇ જગાભાઈ વિજવાડીયા જાતે કોળી રહે ઓળ ગામ વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News