મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પાણી-નાગરિક પુરવઠા બાબતે બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પાણી-નાગરિક પુરવઠા બાબતે બેઠક યોજાઈ

મોરબીના  સર્કિટ હાઉસ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠાસિંચાઈવાસ્મો તથા નાગરિક પુરવઠા વગેરે બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યોએ  સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા

આ બેઠક અન્વયે જળસંપત્તિ અને પાણી પુરવઠાઅન્નનાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાની પાણી પુરવઠાની સ્થિતિવાસમોની કામગીરીઅગરિયાઓ માટે પાણીની કરવામાં આવેલી વ્યવસ્થાજિલ્લાના ટીકરમેસરીયા ઝોનના ગામ વગેરેના પાણીના પ્રશ્નોસુજલામ સુફલામ્ યોજના હેઠળની થયેલી કામગીરી અને આયોજન તથા અન્નનો અનિયમિત જથ્થો વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી સબંધિત અધિકારીઓની યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.

વધુમાં મંત્રીશ્રીએ વિવિધ કામો સમય મર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. ઉપરાંત NFSA હેઠળ હજી વધુ જરૂરિયાતમંદ લોકોને સાંકળી લેવા જણાવ્યું હતું. આ બેઠક દરમિયાન મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ. વંકાણીએ મંત્રી સમક્ષ મચ્છુ-૨ ના પાટિયા રિપેર કરવાની કામગીરી અન્વયે પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા અંગેની સમસ્યા રજૂ કરી હતી. જે અન્વયે મંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપી તે અન્વયે નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ બેઠકમાં મંત્રી સાથે મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાટંકારા-પડધરી ધારાસભ્ય  દુર્લભજીભાઈ દેથરીયાજિલ્લા પુરવઠા અધિકારી ડી.સી. પરમારજિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ. વંકાણીમોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા અને જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં






Latest News