અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે ડો. બાબાસાહેબની ૧૩૨ મી જન્મ જયંતિ ઉજવવમાં આવશે


SHARE





ટંકારા ખાતે ડો. બાબાસાહેબની ૧૩૨ મી જન્મ જયંતિ ઉજવવમાં આવશે

ભારત રત્ન, બંધારણ ધડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતિ ટંકારા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ૧૪ એપ્રિલે સવારે ૯ કલાકે ટંકારા તાલુકા પંચાયત સામે ડો.આંબેડકર ભવનથી ડો ભિમરાવ સાહેબની પ્રતિમાને ફુલ હાર કરી જય ભીમના ગગનભેદી નારા સાથે પ્રસ્થાન કરાવવામાં આવશે નિયત રૂટ મુજબ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર પસાર થઈ ડો. આંબેડકર હોલ ખાતે પૂર્ણ થશે કાર્યક્રમની રૂપરેખા મુજબ અંતિમ તબક્કામાં સમૂહ ભીમ ભોજન માણ્યા બાદ પ્રસંગનુ સમાપન કરવામાં આવશે. 

ડો. બાબાસાહેબ આંબેડકર ‌‍(મૂળ નામ ભીમરાવ ) મહાન કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા દ્રષ્ટા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. અને ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા. એવા મહાન ડો. બાબાસાહેબની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી કરવા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.




Latest News