મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની પાસે ખાવાનું માંગતા યુવાનને છરીનો જીવલેણ ઘા ઝીકનારા આરોપી પતિની ધરપકડ


SHARE







મોરબીમાં પત્ની પાસે ખાવાનું માંગતા યુવાનને છરીનો જીવલેણ ઘા ઝીકનારા આરોપી પતિની ધરપકડ

મોરબીમાં રેલ્વે સ્ટેશન જતા રસ્તે ઇંડાની લારી પાસે ફુટપાથ ઉપર યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનના આંતરડા બહાર આવી જતા તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અને એ ડિવિઝન પોલીસ દ્વારા યુવાનની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને આ ગુનામાં પત્ની પાસે ખાવાનું માંગતા યુવાનને છરી મરનારા આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડે ઈંડાની લારીની બાજુમાં ગત તા.૧ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં રમેશકુમાર ખુરેમયોગી જાતે વાલ્મિકી (૪૫) રહે.શાંતિનગર થાના ચટીયા હરદોઈ ઉત્તરપ્રદેશ વાળાને પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા જીંકી દેવામાં આવ્યો હતો જેથી તેના પેટના આંતરડા બહાર આવી ગયા હતા માટે તેને મોરબી સિવિલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને યુવાને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યુ હતું કે, ઈંડાની લારીની બાજુમાં બેઠો હતો ત્યારે ત્યાં બાજુમાં બેઠેલ મહિલા પાસે તેણે જમવાનું માગ્યું હતું ત્યારે મહિલાએ ન પાડીને છણકો કર્યો હતો જેથી ફરિયાદી મોં બગાડવાની ના પાડી હતી ત્યારે ત્યાં રહેલા શખ્સે ફરિયાદીને છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી પોલીસે આઇપીસીની કલમ ૩૦૭ (ખૂનની કોશિશ) અને ૧૩૫ મુજબ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં રાજુભાઇ સુરેશભાઇ સોલંકી (૩૦) રહે. ગુંદાળા શિહોર વાળાની ધરપકડ કરેલ છે વધુમાં સીટી એ ડીવીઝન પીઆઇ હકુમતસિંહ જાડેજા પાસેથી મળતી માહિતી મુજબ આરોપીની પત્ની પાસેથી ભોગ બનેલા યુવાને ખાવાનું માંગ્યું હતું ત્યારે બોલાચાલી બાદ આરોપીએ તેને છરી મારી દીધી હતી






Latest News