મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ડેમી-૨ ડેમ થકી કાલે સૌની યોજના અંતર્ગત ચેકડેમ અને ડેમી-૩ ડેમમાં પાણી ભરાશે


SHARE





મોરબી જિલ્લાના ડેમી-૨ ડેમ થકી કાલે સૌની યોજના અંતર્ગત ચેકડેમ અને ડેમી-૩ ડેમમાં પાણી ભરાશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીપર ગામ પાસે આવેલ ડેમી -૨ ડેમમાં સૌની યોજના અંતર્ગત ભરવામાં આવેલ જથ્થામાંથી સિંચાઈ માટે ચેકડેમ અને ડેમી-૩ ડેમ સુધી પાણી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ડેમી -૨ ના ૬ દરવાજને બે ફૂટ સુધી ખોલીને ડેમી -૩ સુધી પાણી પહોચડવામાં આસવ્હે જેથી કરીને ડેમી -૨ ના નીચેના વિસ્તારમાં કાલે સવારે ૭:૩૦ પછી ન જવા માટે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે

ટંકારા તાલુકાના નસીપર ગામ પાસે આવેલ ડેમી -૨ સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર દ્વારા ડેમી -૨ ની નીચેના વિસ્તારમાં આવતા નસીપર, નાના રામપર, મોટા રામપર, ચાચાપર, ખાનપર, કોલી, ધુળકોટ, આમરણ, બેલા તેમજ માવનુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કેમકે, સૌની યોજનાનું મંજૂર થયેલ પાણી ડેમી -૨ ડેમમાં આવી ગયું છે ત્યારે આ જળ જથ્થામાંથી ડેમી -૩ અને ચેકડેમોમાં સિંચાઇ માટે પાણી ભરવાનુ છે જેથી ડેમી -૨ ની નીચેના ભાગમાં આવેલ ગામોના લોકોને તા. ૪/૪ ના રોજ સવારે સવારે સાડા સાત વાગ્યા પછી નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે કે,ડેમના છ દરવાજા બે ફૂટ સુધી ખોલીને પાણીને ડેમી નદીમાં છોડવામાં આવશે




Latest News