મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE





ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શ્રી દેવકુંવર શૈક્ષણિક સંકુલ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના ક્લસ્ટર મુજબની શિક્ષકોની ટીમો વચ્ચે લીગ મેચ બાદ એલિમિનેટર મેચ અને ફાઇનલ મેચ રમાડવામાં આવ્યા હતા જેમાં લજાઈ-નેકનામ ઇલેવન ટીમને ૩૧ રનથી હરાવીને નાના ખીજડિયા-ટંકારા ઇલેવન ચેમ્પિયન બની હતી આ ફાઇનલ મેચ બાદ એવોર્ડ સેરેમની યોજવામાં આવેલ હતી જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ, કો-ઓપ્ટ સભ્ય વિનોદભાઈ સુરાણી ઉપરાંત મણીભાઈ, લાલજીભાઈ કકાસણિયા, જીલુભાઈ ઢેઢી, મણીભાઈ કાવર, જયસુખભાઈ મેઁદપરા, મગનલાલ ઉજરીયા, તાલુકા સંઘના કારોબારી સભ્યોએ હાજરી આપી તમામ મેચના મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ ટુર્નામેન્ટ, રનર્સ અપ તેમજ ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરી હતી. રનર્સ અપ તેમજ ચેમ્પિયન ટ્રોફી હરબટીયાળી શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલાએ તેમના સ્વર્ગસ્થ પિતાની યાદમાં આપી હતી. આ ટુર્નામેન્ટ માટે શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળેલ હતો અને શિક્ષકો માટે યોજાયેલ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ તેમજ કારોબારી સભ્યો ઉપરાંત સી.આર.સી. મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી




Latest News