મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના એટ્રોસીટી-મારામારીના કેસમાં આરોપીનો નીર્દોષ છૂટકારો


SHARE





ટંકારા તાલુકાના એટ્રોસીટી-મારામારીના કેસમાં આરોપીનો નીર્દોષ છૂટકારો

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને એવી ફરીયાદ નોધાવવામાં આવી હતી કે, આરોપીએ તુ અગાઉના પૈસા માંગુ છુ તે આપી દે તેમ કહી ગાળો આપી હતી ત્યારે ફરીયાદીએ કહ્યું હતું કે, “તુ મારી પાસે કઈ માંગતો નથી જેથી કરીને ઉશેકરાઈ ગયેલા આરોપીએ પોતાની પાસેની છરી છરી કાઢી ફરીયદીને મારવા દોડતા ફરીયાદીએ આડો હાથ મુકતા ડાબા હાથમાં ઈજા થઈ હતી અને ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરવા બાબતની ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી સુલેમાન ઉર્ફ સલીમ મામદભાઈ વીકીયાની ધરપકડ કરી હતી 

આ અંગેનો કેશ મોરબીની એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી મોનીકા આર.ગોલતર રોકાયેલ હતા અને આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદ મુજબની હકીકત જણાવેલ નથી. અને ફરીયાદી પક્ષના સાહેદોએ ફરીયાદીને સમર્થન કારી જુબાની આપેલ નથી. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ  મોનીકા આર.ગોલતરની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરલે છે




Latest News