મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન પાસેથી સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત


SHARE







મોરબીના રેલ્વે સ્ટેશન પાસેથી સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત

મોરબીના રેલ્વે સ્ટેશન પાસેથી વૃદ્ધને બીમારી સબબ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધને બીમારી સબબ સારવાર માટે ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે અજાણ્યા આધેડ પુરુષનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરીયા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિનું નામ કાંતીગીરી શંકરગીરી બાવાજી (૬૨) થે. વીસીપરા મોરબી વાળા હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બાઇક સ્લીપ

મોરબીની અવની ચોકડી પાસેથી શાંતિલાલ ડાયાભાઈ સરડવા (૫૬) બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે અવની ચોકડી પાસે રોડ ઉપર કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી શાંતિલાલ સરડવાને ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી છે અને આ બનાવની આગળની તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ શક્તિ ચેમ્બર પાસે અજાણ્યો ૪૫ વર્ષનો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News