મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે કારખાનાના પાણીના ટાંકામાં ડૂબી જવાથી મહિલાનું મોત


SHARE











મોરબીના નીચી માંડલ પાસે કારખાનાના પાણીના ટાંકામાં ડૂબી જવાથી મહિલાનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક મહિલાના મૃતદેહને તેનો પતિ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે કેરાવીટ સિરામિક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા અજયભાઈ રાઠવાના પત્ની તેજલબેન અજયભાઈ રાઠવા (૨૪) કારખાનામાં હતા ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં પાણીના ટાંકામાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને મૃતક મહિલાના મૃતદેહને તેના પતિ અજયભાઈ રાઠવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી કરીને ડોક્ટરે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી


અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસેથી મિલનભાઈ પોપટ સ્કૂટર નંબર જીજે ૩ એફએમ ૮૧૧૦ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાર નંબર જીજે ૩૬ એફ ૦૫૬૭ ના ચાલાકે સ્કૂટરને લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં મિલનભાઈ પોપટને માથાના પાછળના ભાગે તથા શરીરે ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ મિલનભાઈ પોપટના પિતા વિનોદભાઈ હરગોવિંદભાઈ પોપટ જાતે લોહાણા (૬૦) રહે. શ્યામ પેલેસ બ્લોક નં ૪૦૩ બોની પાર્ક રવાપર વાળાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News