મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના વડનગર વિસ્તારમાં ઘરમાંથી ત્રણ તોલા સોનાના દાગીનાની ચોરી


SHARE







હળવદના વડનગર વિસ્તારમાં ઘરમાંથી ત્રણ તોલા સોનાના દાગીનાની ચોરી

હળવદના બસ સ્ટેન્ડ પાછળ વડનગર વિસ્તારમાં રહેતા યુવાનના ઘરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ૯૦ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં આવેલ વડનગર વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો ધંધો કરતા વિપુલભાઈ ઉર્ફે મુન્નો પ્રભુભાઈ સાવધરીયા જાતે રબારી (૩૧)એ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ઘરની બારી તોડીને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને તિજોરીમાં મૂકવામાં આવેલ મહિલાના હાથનું સોનાનું એક તોલા વજનનું કડુ, સોનાનો એક તોલા વજનનો ચેન અને સોનાના કાનના કોકરવા બે જોડી જેનું વજન એક તોલા આમ કુલ મળીને ત્રણ તોલા સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૯૦૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોય ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કપિલા હનુમાન મંદિર પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી લાલજીભાઈ ખીમજીભાઇ પરમાર જાતે દલવાડી (૩૩) રહે. વાવડી રોડ નંદનવન શેરી નં-૧ વાળો વરલી જુગારના આંકડો લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૪૮૮૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે






Latest News