હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

હળવદના મેરુપર ગામે ડેલામાંથી નીરણના જથ્થા નીચેથી ૭.૬૬૦ કિલો અફીણના પોસ ડોડા સાથે એક ઝડપાયો, એકની શોધખોળ


SHARE











હળવદના મેરુપર ગામે ડેલામાંથી નીરણના જથ્થા નીચેથી ૭.૬૬૦ કિલો અફીણના પોસ ડોડા સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

હળવદ તાલુકાના મેરુપર ગામની સીમમાં જવાના રસ્તા ઉપર આવેલ ડેલામાં અફીણના પોસ ડોડાનો મોટો જથ્થો હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે નીરણના જથ્થાની નીચેના ભાગમાંથી અફીણના  ડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭.૬૬૦ કિલો ગ્રામ પોસ ડોડાનો જથ્થો જેની કિંમત ૨૨૯૮૦ તથા એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૨૭૯૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક શખ્સની ધરપકડ કરી છે જેની પાસેથી માલ આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં જવાના રસ્તા ઉપર આવેલ છગનભાઈ અમરશીભાઈ પરમારના ડેલામાં અફીણના પોસ ડોડાનો જથ્થો હોવાની બાતમી એસઓજીની ટીમના મુકેશભાઈ વાલજીભાઈ જોગરાજીયાને મળી હતી જેથી કરીને એસોજીના પીઆઇ એમ.પી. પંડ્યા સહિતના સ્ટાફ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ડેલામાં રાખવામાં આવેલ નીરણના જથ્થા નીચેથી અફીણના પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને એફએસએલની ટીમને સ્થળ ઉપર બોલાવીને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા ત્યારે ત્યારબાદ સ્થળ ઉપરથી એસઓજીની ટીમ દ્વારા ૭.૬૬૦ કિલો ગ્રામ પોસ ડોડાનો જથ્થો જેની કિંમત ૨૨૯૮૦ તથા ૫૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૨૭૯૮૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરીને પોલીસે ત્યાંથી ડેલા વાળા છગનભાઇના ભાઈ ભુપતભાઈ ઉર્ફે મંગળભાઈ અમરશીભાઈ પરમાર (૫૪) રહે, મેરૂપર વાળાની ધરપકડ કરી હતી અને આ જથ્થો તેને ક્યાંથી મળ્યો છે તેવું પૂછવામાં આવતા તેની પાસેથી ખુમાનભાઈ રજપુત રહે. પાંડાતીરથ તાલુકો હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં એસઓજીના પી.એસ.આઇ કે.આર. કેસરિયા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી. એસ એકટ ૧૯૮પની કલમ ૮(સી), ૧૫(બી), ૨૯ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂનો આથો
હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં આવેલ વાડીની બાજુમાં ખરાબામાં બાવળની જાળી વચ્ચે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી ભુપતભાઈ મનજીભાઈ ઇન્દરિયા જાતે કોળી (૪૭) રહે. ડુંગરપુર વાળાની ધરપકડ કરેલ છે અને પ્રકાશભાઈ ભુપતભાઈ ઇન્દરિયા રહે. ડુંગરપૂર વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News