મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતા યુવાનનું ટ્રેન હડફેટે મોત


SHARE











મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતા યુવાનનું ટ્રેન હડફેટે મોત

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે મોડીરાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થઈ રહેલ અજાણ્યો યુવાન ટ્રેનની ઝડપે ચડી જતા પગના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અજાણ્યા યુવાનનું મોત નિપજયુ હતું અને બાદમાં તેના મૃતદેહને સિવિલે ખસેડવામાં આવ્યા બાદ પોલીસને જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા મૃતક યુવાનના વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલા નજરબાગ રેલ્વે પાટા ઉપરથી મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં અજાણ્યો આશરે ૪૫ વર્ષનો યુવાન રેલ્વે ટ્રેક ઓળંગી રહ્યો હતો ત્યારે તે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી જતા પગના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું હાલ અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો અને સીટી બી ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે. હાલ મૃતકની ઓળખ પણ થઈ શકી ન હોય બનાવ આકસ્મીક છેકે આપઘાતનો તે પણ હજી તપાસનો વિષય છે.દરમ્યાનમાં અજાણ્યા યુવાનની ઓળખ થાય તે માટે યુવાન અંગે જો કોઈને જાણકારી હોય તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૨૬૫૧ અથવા તપાસ અધિકારી વાલભા ચાવડાના મોબાઈલ ફોન નંબર ૯૯૨૫૯ ૪૭૨૪૯ ઉપર માહિતી આપવા માટે યાદીમાં જણાવાયેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા વિજય માવજીભાઈ વેગડા નામના ૨૩ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ ખસેડાયો હતો જાણવા મળતી વિગતો મુજબ જાંબુડીયા પાસે આવેલ કાલિકટ નળીયાના કારખાના પાસે મારામારીના બનાવમાં વિજય માવજીભાઈને ઇજાઓ પહોંચતા તેને રમાબેન માવજીભાઈ દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સરફરોશ અજીતભાઈ સેડાત નામના છ વર્ષના બાળકને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બાળક ઘર નજીક સાયકલ લઈને રમી રહ્યો હતો ત્યારે અકસ્માતે સાયકલમાંથી પડી જતા હાથના ભાગે ઇજા થતાં તેને અત્રે હેમલ પટેલ હોસ્પિટલએ સારવાર માટે લવાયો હતો હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News