મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી સીટી પુરવઠા ઓફીસમાં સ્ટાફ નિયમિત હાજર ન રહેતો હોવાની ફરિયાદ


SHARE







મોરબી સીટી પુરવઠા ઓફીસમાં સ્ટાફ નિયમિત હાજર ન રહેતો હોવાની ફરિયાદ

મોરબીના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ જીલ્લા પુરવઠા અધિકારીને લેખીતમાં ફરીયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કેસીટી પુરવઠા ઓફીસ સમયસર ખુલતી નથી જેથી અરજદારોએ હેરાન થવુ પડતુ હોય યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી સીટી પુરવઠા ઓફીસ સામાકાંઠે એન.સી.સી. કંપાઉન્ડ ખાતે હાલમાં કાર્યરત છે અને એક મહિલા નાયબ મામલતદાર તથા બે ઓપરેટર ફરજ બજાવે છે જે બાબતે સીટી વિસ્તારના રેશનકાર્ડ ધારકોની ફરીયાદ મળેલ છે કે આ ઓફીસ સમયસર ખોલતા નથી જેથી પી.પી.જોષીએ આ બાબતે જાત તપાસ તા.૨/૩ ના રોજ કરી હતી ત્યારે બપોરના ત્રણ વાગ્યે ઓફીસ બંધ હતી અને કર્મચારીઓ બપોરના ૩:૪૫ મીનીટે આવ્યા હતા જેના ફોટા સહીત રજૂઆત કરી છે જેથી કરીને અરજદારોને હેરાન થવું પડે છે જેથી કરીને જવાબદાર અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ બાબતે મામલતદાર મોરબી સીટીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી જેથી સરકારને બદનામ કરતાં અધિકારી અને કર્મચારીઓની સામે પગલાં લેવામાં આવે તે જરૂરી છે






Latest News