મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હીટ વેવ પહેલા આગોતરા આયોજન માટે કલેક્ટરની સુવિધાઓ ઉભી કરવા તાકીદ


SHARE











મોરબી જીલ્લામાં હીટ વેવ પહેલા આગોતરા આયોજન માટે કલેક્ટરની સુવિધાઓ ઉભી કરવા તાકીદ

ભારત મોસમ વિજ્ઞાન વિભાગ(IMD) દ્વારા રાહત કમિશનરશ્રી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને સંભવિત હિટવેવ અંગેની એક વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતના કલેકટરશ્રીમ્યુનિસિપલ કમિશ્નરશ્રીજિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ જોડાયા હતા. IMD ના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ છેલ્લા ૧૦ વર્ષના સૌથી લઘુતમસામાન્ય અને મહત્તમ તાપમાનનીહિટવેવનો ક્રાઇટ એરીયાગરમ રણ પ્રદેશદરિયાઈ વિસ્તાર વગેરેના હીટ વેવ તથા તેમાં સાવચેતી રાખવા વિશે પ્રેસેન્ટેશનના માધ્યમથી જાણકારી હતી.

રાહત કમિશનર પટેલએ માનવ આરોગ્યને અસર કરતું એક મુખ્ય પરિબળ હિટવેવ છે તેમ જણાવી હીટ વેવમાં શ્રમિકોમજૂરોખેડૂતો અને વૃધ્ધોને બચાવવા અંગે જિલ્લા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી વિષે માર્ગદર્શન આપ્યું હતું. વીડિયો કોન્ફરન્સ બાદ મોરબી કલેક્ટર જી.ટી. પંડ્યાએ સંભવિત હીટ વેવથી લોકોને સાવચેત રહેવા માટેના આયોજન અંગેની મિટિંગ અધિકારીઓ સાથે યોજી હતી. જે અન્વયે હિટવેવથી બાળકોવૃધ્ધોશ્રમિકોના મૃત્યો ન થાય કે લોકો કે પશુઓની આરોગ્યને અસર ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવા કલેકટરએ જણાવ્યું હતું. પાણીઆરોગ્ય સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ ખેતી પાકોને નુકશાન ન થાય તે પણ જોવા પણ કલેક્ટરએ અધિકારીઓને સુચના આપી હતી.

વિવિધ વિભાગોએ હીટ વેવમાં કરવાની થતી કામગીરી તેમજ નાગરિકોને ઉપલબ્ધ કરાવવાની સુવિધાઓ વિશે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ વિભાગોની સરકારી કચેરીઓ કે જ્યાં મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય ત્યાં લોકોને તડકો ન લાગે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવાપીવાના પાણીની વ્યવસ્થાપ્રાથમિક સારવાર૧૦૮ ની સગવડગરમીના કારણે સમયમાં ફેરફાર વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવા માટે તથા બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોએ લોકો માટે છાંયડો અને પાણી જેવી વ્યવસ્થાઓ ગોઠવવા પણ આ બેઠકમાં પરામર્શ કરાયો હતો. આ વીડિયો કોન્ફરન્સ અને બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાજિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવડિઝાસ્ટર શાખા પ્રોગ્રામ ઓફિસર આમરીન ખાનજિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણજિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ.વંકાણીસહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાપશુપાલન વિભાગ ડૉક્ટર નિલેશ ભાડજા તેમજ શિક્ષણવન વિભાગ સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News