હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબી સિવિલનો વહીવટ રામભરોસે: ગટરની ગંદકી, આરો પ્લાન્ટ બંધ, અધિકારી નિંદ્રાધીન !


SHARE











મોરબી સિવિલનો વહીવટ રામભરોસે: ગટરની ગંદકી, આરો પ્લાન્ટ બંધ, અધિકારી નિંદ્રાધીન !

મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે થઈને ન માત્ર મોરબી શહેર પરંતુ જિલ્લામાંથી દર્દીઓ આવતા હોય છે અને તેની સાથે તેના પરિવારજનો પણ આવતા હોય છે જોકે, મોરબી સિવિલ હોસ્પિટલમાં અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યા હોય છે તેની સાથો સાથ આરો પ્લાન પણ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ ત્યાં મળતુ નથી જેથી કરીને આ મુદ્દે અવારનવાર જવાબદાર અધિકારીનું ધ્યાન દોરવા છતાં પણ કોઈ નકાર કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોને ગંદકીની વચ્ચે રહેવું પડે છે અને શુદ્ધ પાણી ન મળતું હોવાથી જે પાણી મળે તે પોતાને પીવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે બેદરકાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી દર્દીઓ અને તેના પરિવારજનો તરફથી માંગ ઉઠી રહી છે

મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી રામરાજ્ય અને પ્રજા સુખી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે સિવિલ હોસ્પિટલના જુદા જુદા બ્લોકમાંથી જે ગટરના પાણીના નિકાલ માટે થઈને પાઇપલાઇન ફીટ કરવામાં આવી છે તેમાંથી મોટાભાગના પાઇપ લીકેજ થઈ ગયા છે જેથી કરીને ગટરનું પાણી સીધું ઉપરથી નીચે ટપકતું હોય તેવું ઘણી જગ્યાએ જોવા મળે છે આટલું જ નહીં પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ પ્રસુતિ વિભાગ પાસે અવારનવાર ગટરનું પાણી ઉભરાઈને ભરાઈ જતું હોય છે જેથી કરીને લોકોને ના છૂટે ત્યાં ગંદકીમાંથી પસાર થવું પડે તેવો ઘાટ મોરબીની સિવિલ હોસ્પિટલમાં જોવા મળતો હોય છે

આટલું જ નહીં પરંતુ ત્યાં મૂકવામાં આવેલ આરો પ્લાન્ટ પણ છેલ્લા ત્રણેક મહિનાથી બંધ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને ત્રણ મહિનાથી લોકોને જે પાણી આવે તે પીવું પડે તેવી પરિસ્થિતિ હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલની છે ત્યારે દર્દીઓ પોતાના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે થઈને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે જોકે સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારી દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાના કારણે હાલમાં સિવિલ હોસ્પિટલમાં ગટરની ગંદકી તથા શુદ્ધ પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવામાં આવતો નથી જેથી કરીને દર્દીઓ અને તેની સાથે આવતા તેના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને જો આવીને આવી બેદરકારી દાખવામાં આવી તો સિવિલ હોસ્પિટલે સારવાર લેવા માટે આવતા દર્દીઓ સાજા થાય કે નહીં તે પછીની વાત છે પરંતુ તેની સાથે આવતા તેના સ્વજનનો બીમાર પડે તેવી શક્યતાઓ સો ટકા દેખાઈ રહી છે જેથી કરીને સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને પીવાના શુદ્ધ પાણી સહિતના જે કોઈ પ્રશ્નો છે તેનો સમયસર નિકાલ કરવામાં આવે તેના માટે નકકર કાર્યવાહી થાય તેવું દર્દીઓ અને તેના પરિવારજનો ઈચ્છી રહ્યા છે






Latest News