મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાન અને તેની પત્નીને માર માર્યો: ચાર સામે ફરિયાદ


SHARE







મોરબીના રવાપર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાન અને તેની પત્નીને માર માર્યો: ચાર સામે ફરિયાદ

મોરબીના રવાપર ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડતા તે ઉસકેરાઈ ગયો હતો અને તેને કુહાડીનો બુંધરાવટીનો ભાગ યુવાન અને તેની પત્નીને માર્યો હતો જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કૂલ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના રવાપર ગામે મારામારીના બનાવ સંદર્ભે બે દિવસ પહેલા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જે બનાવમાં વળતી ફરિયાદ નોંધાય છે અને રવાપર ગામે રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા (૪૫)એ રાહુલ મેઘજીભાઈ ચાવડા, અનિલ મેઘજીભાઈ ચાવડા, નાજાભાઇ જીવાભાઈ ચાવડા અને હંસાબેન મેઘજીભાઈ ચાવડા રહે. બધા રવાપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, રાહુલ મેઘજીભાઈ ચાવડા તેઓના ઘર પાસે ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદી દિનેશભાઈને જમણા પગમાં કુહાડીનો બુંધરાવટીનો ભાગ મારીને પગમાં ઈજા કરી હતી તથા તેના પત્નીને ડાબા પગમાં કુહાડીનો બુંધરાવટીનો ભાગ મારીને ઈજા કરી હતી તેમજ અનિલભાઈ ચાવડાએ ઢિકાપાટુનો માર માર્યો હતો અને નાજાભાઇ ચાવડાએ મારી નાખવાની ધમકી આપી હતી તો હંસાબેન ચાવડાએ ગાળો આપીને ઝઘડો કર્યો હતો જેથી દિનેશભાઈ સાગઠીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News