મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે પૈસાની લેતીદેતીનો ખાર રાખીને બે પાડોશીઓ વચ્ચે મારામારી : બે મહિલા સહિત ચારને ઇજા


SHARE







મોરબીના રવાપર રોડે પૈસાની લેતીદેતીનો ખાર રાખીને બે પાડોશીઓ વચ્ચે મારામારી : બે મહિલા સહિત ચારને ઇજા

મોરબી નજીકના રવાપર ગામે રહેતા બે પાડોશીઓ વચ્ચે અગાઉ પૈસાની લેતી દેતી બાબતે થયેલ બોલાચાલી અને માથાકૂટનો ખાર રાખીને હાલમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને ચાર વ્યક્તિઓને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રવાપર ગામે રહેતા હંસાબેન મેઘજીભાઈ ચાવડા (૪૫), રાહુલ મેઘજીભાઈ ચાવડા (૨૭), દિનેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા (૪૫) અને સંગીતાબેન દિનેશભાઈ સાગઠીયા (૪૦) ને મારા મારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેઓના ઘર પાસે મારામારી થઈ હોવાથી મારામારીના આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પૈસાની લેતીદેતી બાબતે અગાઉ બંને પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ હાલમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર ગામ પાસે આવેલ ન્યુ એરા સ્કૂલ નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જયમીન જીતેન્દ્રભાઈ પંચાસરા (૧૫) નામનો બાળક પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી જયમીન રસ્તા ઉપર નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે બાળકને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા
મોરબી શહેરમાં ખત્રીવાડ પાસે આવેલ વઢવાણિયા શેરીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ખત્રીવાડમાં રહેતા ઉમેશ માનસિંગ પરમાર (૪૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News