મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગુજરાત પોલીસનું ગૌરવ: મોરબીની મહિલા કોન્સટેબલ ભૂમિકા એવરેસ્ટ સર કરવા સજ્જ


SHARE







ગુજરાત પોલીસનું ગૌરવ: મોરબીની મહિલા કોન્સટેબલ ભૂમિકા એવરેસ્ટ સર કરવા સજ્જ

મોરબીની ભૂમિ એટલે બહુ રત્ના વસુંધરા. આ ભૂમિમાં એવું સત્વ અને તત્વ પડેલું છે કે લોકો કંઈકને કંઈક નવું નવું સાહસ કરતા રહેતા હોય છે ત્યારે ગુજરાત પોલીસનું ગૌરવ અને પહાડોની પરી ભૂમિકા ભૂતની વાત કરીએ તો હવે તેને આગામી દિવસોમાં એવરેસ્ટ સર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે

મોરબી જીલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ભૂમિકા ભૂતનો જન્મ મોરબીના ચાંચાપર ગામે થયો છે અને તેના પિતા દુર્લભજીભાઈ ભૂત એક ખેડૂત હોય ખેડૂત પરિવારમાં જન્મેલી દીકરી અન્ય દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત છેબી.એસ.સી. બી.ફાર્મ સુધીનો અભ્યાસ કરીતેઓ આરોગ્ય વિભાગમાં જોડાવવાના બદલે નાનપણથી જ  ખાખી વરદી પ્રત્યે લગાવ હોય પોલીસ વિભાગમાં જોડાયાએમને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાથી સ્પોર્ટ્સની શરૂઆત કરી ગિરનારથી માંડી પોલીસ ડીજીપી કપઓલ ઈન્ડિયા એથ્લેટીક્સખેલ મહાકુંભ,મેરોથોન જેવી દોડ સ્પર્ધામાં ૨૬ જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને હમણાં જ જેમને વિશ્વનું આઠમા નંબરનું માઉન્ટ મનાસલુંનું આરોહણ કર્યું છે અને હવે તેઓ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવા સજ્જ બન્યા છે

ભૂમિકા માટે સોને મઢેલી પોલીસ વુમનમૌતના પહાડ મનાલુ સર કરનારગિરનાર આરોહણ અવરોહણ ચેમ્પિયનગોલ્ડન ડોટર ઓફ સિરામિક સીટીસ્વયંસિદ્ધા,કર્મવીર જેવા સન્માન પ્રાપ્ત કરનાર ભુમિકાએ તેની સફરને હૈયું,હામને હિમાલય પુસ્તકમાં ઉતારી છે અને હવે તે આગામી ૨૫ મી માર્ચ ૨૦૨૩ થી વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવા જવાની છે ત્યારે રાજ્યના ગૃહ વિભાગમોરબી પોલીસ ડિપાર્ટમેન્ટ અને મોરબી સિરામિક એસો. દ્વારા તેમને આર્થિક મદદ સહિતનો સહયોગ આપવામાં આવશે






Latest News