મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ભારતમાં એક માત્ર મોરબીના વાડી વિસ્તારમાં થાય છે હોલીકાના લગ્ન !


SHARE











ભારતમાં એક માત્ર મોરબીના વાડી વિસ્તારમાં થાય છે હોલીકાના લગ્ન !

લગ્ન તો તમે ઘણા જોયા હશે પરંતુ હોલિકાના લગ્ન નહિ જ જોય હોય, પરંતુ ન માત્ર ગુજરાત પણ દેશની અંદર હોલીકાના લગ્ન જોવા હોય તો તમારે જવું પડશે મોરબીની બાજુમાં આવેલા વાડી વિસ્તારોમાં કેમ કે, ત્યાં વર્ષોથી સતવારા સમાજ દ્વારા હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેને વેણી માં નું નામ દેવામાં આવે છે તેની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારે બોલે છે રાસગરબા અને દેશી ફટાણાની રમઝટ.

કહેવાય છે ને “વાત જો હોય શ્રદ્ધાની તો તેમાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી” તે ઉક્તીને સાર્થક કરતા મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારોમાં ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક હોળી ધુળેટીના તહેવારમાં હોલીકાના લગ્ન કરાવવામાં આવે છે જો કે, આ લગ્ન માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા માટીમાંથી બે પુતળા બનાવવામાં આવે છે અને હોલિકા રાક્ષસ કુળની હતી માટે તેનું પુતળું તેવું વિકરાળ બનાવવામાં આવે છે અને રાક્ષસની સાથે લગ્ન કરવા માટે આવે તે વરરાજા પર તેના જેવા જ હોય તેમ માનીને તેનું પુતળું પણ વિકરાળ બનાવવામાં આવે છે તેવું સતવારા વાડી વિસ્તારમાં રહેતા આગેવાન વસંતભાઇ લાલજીભાઈએ જણાવ્યુ હતું.

હોલિકા ભગત પ્રહલાદને ખોળામાં લઈને જયારે હોળીમાં બેઠા હતા ત્યારે તે કુવારા હતા અને કુવારા મૃત્યુ થયું હોવાથી વર્તમાન સમયમાં જે રીતે કોઈ કુવારા મૃત્યુ પામે તો તેની પાછળ જે રીતે લીલ પરણાવવા સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવે છે તેવી જ રીતે હોલીકાનો આત્મા લગ્નમાં રહી ગયો હોવાથી વર્ષો પહેલા ઘણા લોકોના લગ્નમાં યેનકેન પ્રકારે વિઘ્ન આવતા હતા જેથી તે સમયથી હોલિકા એટલે કે, વેણી માં અને શામ બાપના લગ્ન મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલ વાડી વિસ્તારોમાં કરાવવામાં આવે છે અને શામ બાપા તેમજ વેણી માં ની જાન વાડીએ વાડીએ ફરતી હોય છે આજે સવારથી જ મોરબીની ખેરની વાડી, ભાન્ડીયાની વાડી, વજેપર વાડી, વૈષ્ણવની વાડી, બવ્રાની વાડી, ઘુચારની વાડી, જેપુરિયાની વાડી, માંન્ગ્રાની વાડી, ભોલની વાડી, હદાનીની વાડી, રંગાણીની વાડી સહિતની કુલ મળીને ૧૪ જેટલી વાડીમાં આ લગ્ન પ્રસંગ રગેચંગે અને ધામધુમથી ઉજવાઈ છે.

હિંદુ સંસ્કૃતિમાં જેટલા પણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેના પાછળ કોઈને કોઈ ઉદેશ ચોક્કસ હોય છે તેવી જ રીતે દેશભરમાં આજે લોકો રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મોરબીના વાડી વિસ્તારમાં વેણી માં અને શામજી બાપના લગ્ન કરાવવામાં આવે છે અને દરેક વાડીમાં ઘરે ઘરે જઈને જે રાસ ગરબા સહિતની રમઝટ બોલાવવામાં આવતી હોય છે તેના થાકી જે પણ રકમ એકત્રિત થઇ છે તેમાંથી વાડી વિસ્તારના લોકો દ્વારા શેરી ગલ્લીઓમાં રખડતા કુતરા, અબોલ પક્ષી સહીના માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે આ પરંપરા આજકાલથી નહિ પરંતુ હાલમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારની પાંચથી સાત પેઢીઓ કરતા પણ પહેલાથી આ અનોખા લગ્ન કરવામાં આવે છે અને તેમાં તમામ લોકો કાયદેસરના લગ્નની જેમ જ જોડતા હોય છે.

રંગોત્સવની ઉજવણી બધા જ કરે છે પરંતુ શા માટે રંગોત્સવ ઉજવાઈ છે તે આજકાલના યુવાનોને ખબર પણ નહિ હોય તે હક્કિત છે એવું કહેવાય છે કે, હોલિકાનું હોળીમાં દહન થઇ ગયું અને ભગત પ્રહલાદનો બચાવ થયો હતો તેનું ખુશીમાં રંગોત્સવ ઉજવાઈ છે જો કે, હોલીકાનું મુર્ત્યું થયું ત્યારે તેના લગ્ન થયા ન હતા જેથી હોલિકાના લગ્ન કરાવવામાં આવતા હોય તેવું કદાચ સમગ્ર ગુજરાતમાં એક માત્ર મોરબી શહેરમાં જ બનતું હશે.






Latest News