મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

જી-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મોરબીમાં વિવિધ સ્પર્ધા યોજાશે, સિનિયર સીટીઝન બહેનો માટે એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાશે


SHARE







જી-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મોરબીમાં વિવિધ સ્પર્ધા યોજાશે, સિનિયર સીટીઝન બહેનો માટે એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાશે

સિનિયર સીટીઝન મહિલા ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લેવા ૧૦મી માર્ચ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવવા ગુજરાત સરકારશ્રી દ્વારા G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા જિલ્લા કક્ષા ૬૦ વર્ષથી વધુ વય ધરાવતી સિનિયર સીટીઝન બહેનોની એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવીને તા૧૦-૩ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખ જાણ કરવામા આવશે.વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર ૮૦૦૦૪૦૨૫૯૬, ૯૭૧૪૭૫૫૫૭૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે. 






Latest News