જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીની શાળામાં બે સગીરને વધુ પડતી ઉઠક બેઠક કરાવતા સારવારમાં ખસેડાયા, મામલો પોલીસ મથકે


SHARE











મોરબીની શાળામાં બે સગીરને વધુ પડતી ઉઠક બેઠક કરાવતા સારવારમાં ખસેડાયા, મામલો પોલીસ મથકે

મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ સ્કૂલમાં શાળાના શિક્ષક દ્વારા બે સગીરોને માર મારીને વધુ પડતી ઉઠક બેઠક કરાવવામાં આવતા બંનેને પગમાં દુખાવો થતો હોય અને બેસી શકતા ન હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળેલ વિગતો મુજબ માળીયા મીંયાણા ખાતે રહેતા અનવરભાઈએ તેમના પુત્ર અફઝલ અનવરભાઈ કટિયા (ઉમર ૧૫) અને અસ્માન ઉંમરભાઈ કટિયા (ઉમર ૧૫) નામના બે સગીરોને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા અને અહીં તેઓએ દવાખાને તથા પોલીસ મથકે જણાવ્યા પ્રમાણે મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ સત્ય સાંઈ વિદ્યામંદિરના શિક્ષક સિધ્ધરાજ જાડેજા દ્વારા બંને બાળકોને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને વધુ પડતી ઉઠક બેઠક કરાવવામાં આવતા બંને બાળકો બેસી શકતા ન હોય બંનેને સારવારમાં લાવવામાં આવ્યા હતા હાલ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના યુસુફભાઈ ભોરણીયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબી ખાતે રહેતો યસ ધીરૂભાઈ ગઢીયા નામનો ૧૯ વર્ષનો યુવાન નવયુગ કોલેજ ખાતેથી પરત પોતાના ઘરે બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં શનાળા રોડ ઉપર હોન્ડાના શોરૂમ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવમી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર સ્કાયમોલ નજીક આવેલ ગંદ્રાની વાડી પાસે રહેતા જયંતિલાલ નકુમનો છ વર્ષનો દીકરો વિવેક બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે રસ્તામાં તેઓનું બાઈક શનાળા રોડ ઉપર મોમ્સ હોટલ નજીક સ્લીપ થઈ જતા સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં વિવેક જયંતીભાઈ નકુમ નામના છ વર્ષના બાળકને ઇજા પહોંચતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા જાણ કરાતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News