મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરના ત્રીજા માળેથી યુવાને લગાવી મોતની છલાંગ


SHARE







મોરબીના ઊંચી માંડલ પાસે સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરના ત્રીજા માળેથી યુવાને લગાવી મોતની છલાંગ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિમેરો સીરામીક કારખાનામાં કામ કરતા અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતા યુવાને લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી હતી જેથી ગંભીર રીતે ઈજા થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સિમેરો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂળ એમપીનો રહેવાસી યુવાન સત્યમ અજબસિંગ યાદવ (૨૩)  લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે લેબર કવાર્ટરના ત્રીજા માળેથી તેને કોઈ કારણોસર નીચે છલાંગ લગાવી હતી જેથી તેને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પિયુષભાઈ આચાર્ય રહે. નીલકંઠ સોસાયટી મોરબી વાળા લઈને સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે






Latest News