વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સરપંચે લોકોના ટોળા ઉપર ગાડી ચડાવીને સીન નાખવા રિવોલ્વર કાઢી !


SHARE











મોરબીમાં સરપંચે લોકોના ટોળા ઉપર ગાડી ચડાવીને સીન નાખવા રિવોલ્વર કાઢી !

મોરબી મુનનગર ચોક પાસે આવેલ ન્યુ ચંદ્રેશ નગર સોસાયટીમાં રાત્રિના સમયે સોસાયટીમાં રહેતા લોકો આગામી દિવસોમાં હોળી-ધૂળેટીના તહેવાર આવી રહ્યા હોય તે નિમિત્તે ગામડાઓમાં રમાતી નાળિયેર ફેંકવા સહીતની રમત રમતા હતા ત્યારે માળીયા મિંયાણા તાલુકાના તરઘરી ગામના સરપંચ કે જે ચંદ્રેશનગરની પાછળ રહેતા હોય કાર લઈને ત્યાંથી નિકળ્યા હતા અને રોડ ઉપર રમતા લોકોના ટોળા ઉપર કાર ચઢાવવામાં આવી હતી તેવો ત્યાંના રહેવાસીઓએ આક્ષેપ કરેલ છે અને ત્યારબાદ લોકો સાથે માથાકૂટ કરીને ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ સરપંચ પાસે રહેલ પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વર કાઢીને મોતનો ભય બતાવ્યો હતો જેથી આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૩૩૭, ૨૭૯, ૧૧૪, એમ.વી.એકટ. ૧૭૭, ૧૮૪ આમ્સ એકટ કલમ ૩૦ મુજબ ગુનો નોંધી સરપંચની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મુનનગર ચોક પાસે આવેલ ન્યુ ચંદ્રેશનગરની બાજુમાં વૃષભપાર્કમાં સ્વર્ગ ટાવરના બીજા માટે રહેતા શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકાસણા જાતે પટેલ (ઉમર ૪૩) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તરધરી ગામના સરપંચ સાગર ફુલતરીયા રહે. હાલ સતનામ સોસાયટી મોરબી સહિત બે સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓની સોસાયટીના લોકો રાત્રિના સમયે પોતાની શેરીમાં નાળિયેરથી રમત રમતા હતા ત્યારે સાગર ફુલતરીયા કાર લઈને ત્યાં મૂનનગર ચોક બાજુથી આવેલ અને રસ્તા વચ્ચે રમત રમતા ફરિયાદી સહિતના ત્યાંના સ્થાનીક લોકો ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ફરિયાદી શૈલેષભાઈ માકાસણાને હડફેટે લીધા હતા અને ત્યારબાદ ત્યાં હાજર રહેલા લોકો સાથે માથાકૂટ કરીને જેમ ફાવે તેમ ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને સાગર ફુલતરીયાએ તેની પાસે રહેલ લાયસન્સ વાળી રિવોલ્વર ત્યાં હાજર લોકોની વચ્ચે કાઢીને મોતનો ભય બતાવ્યો હતો.જેથી કરીને શૈલેષભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે વ્યક્તિઓની સામે આર્મ્સ એકડ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તે પૈકીના તરધરી ગામના સરપંચ સાગર ફુલતરીયાની હાલમાં એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્રારા ધરપકડ કરીને તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ચારને ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ખીરઇ ગામના પાટીયા પાસે આવેલ રેલ્વે બ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલકે આગળ જતા ટ્રેક્ટરની ટોલીમાં બેઠેલા ચાર લોકોને હડફેટ લઇને ઈજા પહોંચાડતા ચારને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા ખીરઇ ગામના પાટીયા નજીક રેલ્વે બ્રિજની ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે આગળ જતાં ટ્રેક્ટરને હડફેટે લેતા ટ્રેક્ટરની ટોલીમાં બેઠેલ પરખભાઈ રગાભાઈ ચૌધરી (૩૧), મોહમ્મદ મહેરાજઅલી (૩૧), વિશ્વજીત મંડલ (૧૯) અને અર્જુન મંડલ (૨૦) ને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને મોરબીની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ સંદર્ભે જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ ચાલવામાં આવી રહી છે






Latest News