મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ટંકારામાં સજનપર ગામની શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ યોજાયો


SHARE





ટંકારામાં સજનપર ગામની શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ યોજાયો

એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ આખા દેશમાં યોજાઇ રહ્યો છે જેનો હેતુ બાળકોમાં દેશના જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સાહિત્યિક, ભૌગોલિક, ઐતિહાસિક અને સામાજિક બાબતો વિશે જાણવાનો અને સમજવાનો છે તેમજ એકબીજા રાજ્યની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવે તેઓ એક ઉમદા હેતુ છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ થયેલ છે. જે અંતર્ગત ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શાળા કક્ષાએ ધો ૬ થી ૮ ના બાળકોને છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિ તેમજ વિવિધ બાબતો વિશે સમજાવી એક ભારત શ્રેષ્ઠ ભારત ક્વિઝનું વાલીઓ સમક્ષ આયોજન કરવામાં આવ્યું હતું આ ક્વિઝમાં બાળકોની પસંદગી કરી ત્રણ જુદી જુદી ટીમો વચ્ચે જુદા જુદા રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા  જેમાં છતીસગઢ અને ગુજરાત  રાજ્યની  વિવિધ  બાબતો  વિશે  પ્રશ્નો પૂછવામાં આવેલ આ બધા રાઉન્ડના અંતે ટીમ  B વિજેતા જાહેર કરવામાં આવી હતી જેમાં રાણીપા ગર્વ જયંતિભાઈ ધો., મકવાણા જતીન લાલજીભાઈ ધો. ૭, અંદોદરીયા કૃપાલ દેવજીભાઈ ધો. ૮ વિજેતા જાહેર થયેલ છે. જેમને શાળા  પરીવારે  અભિનંદન પાઠવેલ છે. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા ભારતીબેન દેત્રોજાએ કરેલું જેમાં નિર્ણાયક અને સ્કોરર તરીકે કાવર માયાબેન અને વિરમગામમાં મીનાબેને જવાબદારી સંભાળી હતી તેમજ શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોએ સાથ સહકાર આપેલો હતો જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે




Latest News