મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક ટેન્કરનું ટાયર ફાટતાં અકસ્માત : ૨૩ ટન ફર્નિસ ઓઇલ ઢોળાઈ ગયું


SHARE











મોરબીના આમરણ નજીક ટેન્કરનું ટાયર ફાટતાં અકસ્માત : ૨૩ ટન ફર્નિસ ઓઇલ ઢોળાઈ ગયું

મોરબી જિલ્લામાંથી પસાર થતાં આમરણ જામનગર રોડ ઉપરથી ફર્નિસ ઓઇલ ભરેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે તે ટેન્કરમાં આગળનું ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર નાલામા નીચે ઉતરી ગયું હતું જેથી કરીને તેમાં ભરેલ ૨૩ ટન ૬૯૦ ગ્રામ ફર્નિસ ઓઇલ ઢોળાઈ ગયું હતું અને ટેન્કરની કેબિન સહિત વાહનમાં નુકસાન થયું છે જેથી હાલમાં ટ્રકના માલિકે ટ્રકના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી પ્રમાણે જામનગરમાં સીરાપાટીયા પાસે મોતી નગર સોસાયટી પ્લોટ નં- ૧૦ બી ખાતે રહેતા સુબોધભાઈ બનારસીભાઈ રાઉત જાતે ચંદ્રવંશ (૪૧) એ હાલમાં રામસિંગાર હવલદાર યાદવ રહે. ચકતાલી યુપી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી જિલ્લામાંથી પસાર થતાં આમરણ જામનગર હાઇવે રોડ ઉપર આમરણ ગામના નાલા પાસેથી ટેન્કર નં. જીજે ૧૨ એડબલ્યુ ૬૮૧૬ લઈને તેનો ડ્રાઇવર રામસિંગાર યાદવ પસાર થઈ રહ્યો હતો ત્યારે ટેન્કરનું આગળનું ટાયર ફાટતા ટેન્કરના સ્ટેરીંગ ઉપરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને ટેન્કર રોડ સાઈડના નાલામાં નીચે ઉતરી ગયું હતું જેથી કરીને તેમાં ભરેલ ૨૩ ટન ૬૯૦ ગ્રામ ફર્નિસ ઓઇલ ઢોળાઈ ગયું હતું અને ટેન્કરની કેબિન તથા ટેન્કરમાં નુકસાન થયું હોવાથી હાલમાં ટેન્કરના માલિકે ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News