મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બે શોપિંગ સેન્ટરની દુકાનોમાં ચોરી કરનાર આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં બે શોપિંગ સેન્ટરની દુકાનોમાં ચોરી કરનાર આરોપી જેલ હવાલે

મોરબીમાં સિરામિક પ્લાઝા અને શક્તિ ચેમ્બરમાં જુદીજુદી દુકાનોના તાળા તોડીને ચોરીઓ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે આરોપીના રિમાન્ડ પૂરા થાતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક પ્લાઝા કોમ્પલેક્ષમાં થોડા દિવસો પહેલા એકીસાથે ૨૦ જેટલી દુકાનના તાળા તૂટ્યા હતા ત્યાર બાદ શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં જુદા જુદા વેપારીઓની દુકાનોને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ લગભગ ૧૦ કરતાં વધુ દુકાનોના તાળા એક જ રાતમાં તોડવામાં આવ્યા છે આમ એક જ વિસ્તારમાં થોડા દિવસોના અંતરે ૩૦ જેટલી દુકાનોના તાળાં તૂટ્યા હતા જેથી કરીને વેપારીઓ દ્વારા આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને બી ડિવિઝનના પીઆઇ પી.કે. દેકાવાડિયા અને તેની ટિમ દ્વારા આરોપી અમિત ઉર્ફે અનુશેરસિંહ નન્હેલાલ રાવત જાતે આદિવાસી (૨૦) રહે. ખીરીયા થાના નારીયાવલી તાલુકો જીલ્લો સાગર મધ્યપ્રદેશ હાલ રહે. મોરબી વાળાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News