અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે વહુ સાથે ઝડઘો થતાં સાસુએ ઝેરી દવા પી લીધી


SHARE





માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે વહુ સાથે ઝડઘો થતાં સાસુએ ઝેરી દવા પી લીધી

માળીયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી મહિલાને તેની વહુ સાથે ઝઘડો થયો હતો જેથી કરીને તેને લાગી આવતાં તેણે ઝેરી દવા પી લીધી હોય તેને પ્રાથમિક સારવાર જેતપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાની હદમાં આવતા જૂના ઘાટીલા ગામે નરેન્દ્રભાઈ અંબાલાલ વિડજાની વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતા કાલીબેન ચંદ્રસિંહ સોલંકી (૪૫) નામની મહિલા વાડીએ હતી ત્યારે તે ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ જેતપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આ મહિલાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલે પહોચી હતી અને બનાવની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, મહિલાને તેની વહુ સાથે કોઈ બાબતે બોલાચાલી કે ઝઘડો થયો હતો જેથી કરીને તેને લાગી આવતાં તેને ઝેરી દવા પીધી લીધી હતી હાલમાં મહિલા સારવાર હેઠળ છે


અકસ્માતમાં ઇજા
મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ દફતરી શેરમાં હનુમાન દેરી પાસે રહેતા નીતાબેન પ્રદીપભાઈ પારેખ (૬૭) નામના વૃદ્ધા બાઈકમાં બેસવા જતા હતા ત્યારે બાઈકમાં પાછળથી તેઓ કોઈ કારણોસર નીચે પડી ગયા હતા જેથી કરીને તેને જમણા પગમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે


અકસ્માતમાં ઇજા
મોરબીના માટેલ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પંકજગીરી શ્રીવિંદાગીરી (૧૯), શિવસાગરગીરી (૪૦), તારકેશ્વર વિશ્વનાથગીરી (૪૨) અને રામજી છોટે નિશાદ (૩૦) રહે, હાલ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ચારેય ઈજાગ્રસ્તોને રાજકોટમાં લઈ ગયા છે




Latest News