મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

મોરબી: શિલ્પકળા ક્ષેત્રે ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવીને સ્વાવલંબી સર્જક બનવાની તક


SHARE











મોરબી: શિલ્પકળા ક્ષેત્રે ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવીને સ્વાવલંબી સર્જક બનવાની તક

ઉદ્યોગ અને ખાણ વિભાગગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા દ્વારા પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં શિલ્પકાર તરીકે તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો ૨ વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ ચલાવવામાં આવે છે. આ ઉપરાંતસ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન-૬ મહિના તથા લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇન-૩ મહિના-એમ બે ટૂંકા ગાળાના કોર્ષ પણ સાપ્તી ધાંગધ્રા દ્વારા શરુ કરવામાં આવ્યા છે. ૧૬ થી ૨૮ વર્ષની વય ધરાવતા અને ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ હોય તેવા કોઈ પણ યુવાનો આ વ્યવસાયિક તાલીમમાં જોડાઈ શકે છે. જો ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોય તો ધો. ૮ પાસ ઉમેદવારોને પણ ત્રણ મહિનાના કોર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે.


સાપ્તી-ધ્રાંગધ્રા ખાતે મુખ્યત્વે સેન્ડસ્ટોનમાર્બલગ્રેનાઈટ ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે રોજગારલક્ષી તાલીમ આપીને આ ભવ્ય વારસાને આગળ ધપાવવાનું કાર્ય થઇ રહ્યું છે. જેમાં થીયરીડ્રોઈંગડિઝાઈનીંગથી લઈને વિધિવત રીતે પથ્થરકળાની શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. અહી તાલીમાર્થીઓ પારંપરિક પથ્થર કોતરણીહાથ વડે સંચાલિત પાવર ટુલ્સલેથ ટર્નીંગ વગેરેમાં નિપુણતા પ્રાપ્ત કરે છે. સ્ટોન ક્રાફ્ટ અને ડીઝાઈનના ૨ વર્ષ વાળા કોર્ષમાં CNC કટ મશીનની પણ તાલીમ આપવામાં આવે છે. ઉપરાંતતાલીમાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો-કમ્યુનિકેશન સ્કીલકોમ્પ્યુટરવગેરે પણ શીખવવામાં આવે છે. સાપ્તીના વિદ્યાર્થીઓને સ્ટોન આર્ટિઝનશીપ અને ડિઝાઈનમાં વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે અને ઇન્ટર્નશિપના માધ્યમથી પથ્થર ઉદ્યોગનો પૂરતો એક્સપોઝર આપવામાં આવે છે. તેમજ પ્રશિક્ષિત ઉમેદવારોને સ્વાવલંબી ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને સરકાર માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે. અને સાપ્તી ખાતેની તાલીમમાં જોડાવવા માટેની કોઈપણ નોંધણી ફી નથી અને આ સંપૂર્ણ નિઃશુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમ છે. ઉપરાંતતાલીમાર્થીઓને સાપ્તી કેન્દ્ર ખાતે રહેવા-જમવાની વ્યવસ્થાતાલીમ દરમ્યાન જરૂરી સાધનો/ટૂલ્સસંપૂર્ણ સલામતી કીટસ્ટેશનરી કીટ-શૈક્ષણિક કીટયુનિફોર્મ અને અન્ય વિવિધ જરૂરી મટીરીયલ પણ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવે છે.

સાપ્તીમાં સરળ નોંધણી પ્રક્રિયાથી પ્રવેશ મેળવી શકાય છે. ઉમેદવારો સાપ્તી ધ્રાંગધ્રા કેન્દ્રની પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ મેળવીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ઇન્સ્ટીટ્યુટનું સરનામું છે: હળવદ બાયપાસરેલ્વે ક્રોસિંગ નં.૫૦ની બાજુમાંધ્રાંગધ્રાતા.ધ્રાંગધ્રાજિ-સુરેન્દ્રનગર. વધુ જાણકારી અને નામ નોંધાવવા માટે સાપ્તી ધ્રાંગધ્રાના પ્લેસમેન્ટ અને પાર્ટનરશીપ ડેવલપમેન્ટ ઓફિસરશ્રી અશરફ નથવાણી મો.નં. ૮૫૧૧૧૮૯૧૯૯ નો સંપર્ક કરવો. અત્રે ઉલ્લેખનીય છે કેરાજ્યના પથ્થર કળા ઉદ્યોગમાં રહેલી વિપુલ સંભાવનાઓનો ઉપયોગ કરી પથ્થર કળા અને સ્થાપત્યના મૂલ્યવાન વારસાને આગળ ધપાવવા તેમજ શિલ્પકળાના વ્યવસાયને પ્રોત્સાહન આપીને કુશળ કારીગરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૦૯માં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટની સ્થાપના કરવામાં આવી હતી તેવું સાપ્તી-ધ્રાંગધ્રાની યાદીમાં જણાવાયું છે.






Latest News