મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા માટે યુવાનને માર મારવાના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો


SHARE











મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા માટે યુવાનને માર મારવાના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો

મોરબીના યુવાનને વ્યાજખોરોને તોતિંગ વ્યાજ અને મુદ્દલની રકમ પરત આપી દીધી હતી છતાં પણ યુવાન પાસેથી પઠાણી ઉઘરાણી કરીને તેને સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં પટાવડે તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ છરી બતાવીને મારી નાખવાનો ભય બતાવવામાં આવ્યો હતો જેથી યુવાન દ્વારા બે વ્યાજખોરોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પહેલા એક આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં પોલીસે આ ગુનામાં વધુ એક આરોપીને પકડીને આગળની કાર્યાવહી કરી હતી

મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિરની પાછળની ભાગમાં મેઘાણીની વાડીમાં રહેતા નીતિનભાઈ ભગવાનજીભાઈ ડાભી જાતે સતવારા (૩૦) એ થોડા સમય પહેલા વિમલભાઈ નટુભાઈ પરમાર રહે, ઘુનડા રોડ ન્યુ એરા સ્કૂલની સામે બુટાની વાડી તેમજ ભોલુભાઈ જારીયા રહે. રવાપર વાળાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે અલગ અલગ સમયે આ બંને શખ્સ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજે લીધેલ પૈસાનું ઊંચું વ્યાજ ચૂકવીને વ્યાજની રકમ તેમજ મુદળ રકમ બંને આરોપીઓને પરત આપી દીધી હતી તેમ છતાં પણ આરોપીઓએ તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરી પૂર્વક પઠાણી ઉઘરાણી કરી હતી અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં વિમલભાઈ પરમારે ફરિયાદી યુવાનને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ભોલુ જારીયાએ ફરિયાદી યુવાનના ગળા ઉપર છરી રાખીને ભય બતાવીને પટાવડે માર માર્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા બંને વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે પહેલા આરોપી વિમલભાઈ નટુભાઈ પરમારની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં પોલીસે પારસ ઉર્ફે ભોલુ મુકેશભાઇ જારીયા જાતે આહીર (૨૪) રહે, દેવવ્રત એપાર્ટમેન્ટ, રવાપર રેસિડેન્સી, રવાપર વાળની ધરપકડ કરેલ છે અને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે

વાહન અકસ્માતમાં ઈજા
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના રતાડકી પીપડીયા ગામે રહેતા દિનેશ ખીમાભાઇ મકવાણા નામના ૨૯ વર્ષના યુવાનને ગામ પાસેથી બાઈકમાં જતા સમયે બાઈક સાથે કૂતરું અથડાતા અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે રાજકોટના સંત કબીર રોડ ઉપર રહેતા ચેતન હસમુખભાઈ જીવાણી નામના ૩૨ વર્ષના યુવાનને રાજકોટ ખાતે વાહન અકસ્માતમાં ઇજા થયેલ હોય તેને સારવાર માટે મોરબી લવાયો હતો. તેમજ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેના એસાર પંપ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા બીપીન મનજીભાઈ કુંવારીયા (ઉમર ૩૮) રહે.ત્રાજપર ખારી સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજાઓ થતા દવાખાને ખસેડાયો હતો.

ટ્રક ચાલકે હડફેટ લતા યુવાન સારવારમાં
મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલ મહાવીરનગર વિસ્તારમાં રહેતો વિવેક યશવંતભાઈ સોઢા નામનો ૨૭ વર્ષનો યુવાન મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસે આવેલ આરટીઓ કચેરી નજીક રોડની સાઈડમાં ઉભો હતો ત્યારે તેને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટ લેતા ઇજાઓ થવાથી વિવેક સોઢાને સારવારમાં ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞેશાબેન કણસાગરાએ આગળની તપાસ કરી હતી.તેમજ મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ રોડ ઉપરની ગાંધી સોસાયટીમાં રહેતા અનિલ કનુભાઈ ભંખોડીયા નામના ૩૫ વર્ષના યુવાનને તેના ઘરે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.






Latest News