મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા કાલે ધમાલગલીનું આયોજન


SHARE











મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા કાલે ધમાલગલીનું આયોજન

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા કાલે રવિવારે ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબીના બાળકો સહિતના લોકોને આવવા માટે જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે

આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે જેથી કરીને બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને ફોટાથી રમવું, લંગડીઆંધળોપાટોકોથળા દોડધમાલિયો ધોકોભમરડો જેવી ધમાલ મસ્તી હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબીની રોટરી ક્લબ સંસ્થા દ્વારા કાલે તા ૨૨ ના રોજ સવારે સાત વાગ્યાથી ભવાની જીન મીલ કું. શનાળા રોડ નવા બસ સ્ટેન્ડની બાજુમાં ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો કોથળા દોડધમાલિયો ધોકોભમરડોલંગડીઆંધળોપાટોમલ કુસ્તીલખોટીસાપસીડીદોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી શકશે તેની સાથોસાથ બાળકો અને ખાસ નેત્રહિન ભાઈ બહેનો ક્રિકેટપ્લેઈગ કાર્ડચેસલુડો સહિતની જૂની શેરી રમતો રમશે. તેમજ ઝુંમ્બાલાઈવડી.જે., સેલ્ફી ઝોનકોર્નરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ટ અશોકભાઈ મહેતાબંસી શેઠસેક્રેટરી રસેશ મહેતા અને ધમાલગલીના ચેરમેન સિદ્ધાર્થ જોશી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News