મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મારી નાખવાની ધમકી આપનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ


SHARE











 

મોરબીમાં યુવાનને મારી નાખવાની ધમકી આપનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન પાસેથી બળજબરીપૂર્વક વ્યાજના વધુ રૂપિયા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને યુવાને ત્રણ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામેના ભાગમાં આવેલ સ્વસ્તિક એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬૦૪ માં રહેતા આશિષભાઈ લાલજીભાઈ અઘારા જાતે પટેલ (૩૦) એ સંદીપભાઈ જગદીશભાઈ શેરસીયા, આશિષભાઈ ધીરુભાઈ અને રોબિનભાઈ ડુંગરભાઇ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે તેને વ્યાજે પૈસા લીધેલા હતા અને તે આરોપીઓને ઊંચું વ્યાજ ચૂકતે કરી મૂળ રકમ પરત આપેલ હોવા છતાં પણ આ કામના આરોપીઓ દ્વારા ફરિયાદી યુવાન પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી સંદીપભાઈ ઉર્ફે જગદીશભાઈ શેરસીયા (૩૦) રહે. રવાપર ગામે રામજી મંદિર પાસે, આશિષભાઈ ધીરુભાઈ વીરડા (૨૬) રહે. મહેન્દ્રનગર અને રોબિનભાઈ ડુંગરભાઇ ડાભી (૨૩) રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે

ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાની હદમાં આવતા ઢુવા ગામ પાસે આવેલ વ્હાઇટ હાઉસ સિરામિકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા નિશાબેન રાહુલભાઈ માલવી (ઉંમર ૨૫) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

મહિલાને સાસરીમાં માર માર્યો

મોરબી તાલુકાના ધુળકોટ ગામે માવતરે રહેતી ઝરીનાબેન રફિકભાઈ (ઉંમર ૨૫) નામની મહિલાને ભાવનગર જિલ્લાના પાલીતાણામાં સાસરીમાં હતી ત્યારે પતિએ માર માર્યો હતો જેથી તેને ઈજા થયેલ હોવાથી તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News