વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં આર્થિક સંકળામણથી કંટાળીને મહિલાએ અજુગતું પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં આર્થિક સંકળામણથી કંટાળીને મહિલાએ અજુગતું પગલું ભરી લેતા મોત

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતી મહિલાએ આર્થિક સંકળામણ ના કારણે અને પોતાની દીકરીના લગ્નના ટેન્શનમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી .

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં રહેતા મનુભાઈ અદગામાના પત્ની મનીષાબેન અદગામા (૪૦) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા એએસઆઈ એ.આર. સારદિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મહિલા પોતે મજૂરી કામ કરી શકતી ન હતી અને તેના પતિનું કામકાજ બરોબર ચાલતું ન હતું જેથી કરીને આર્થિક સંકળામણ હતી અને તેની દીકરીના લગ્નનું ટેન્શન હતું દરમિયાન તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું હાલમાં મૃતક મહિલાના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ત્રણ બોટલ દારૂ

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સોના સિરામિક પાસેથી જાહેરમાંથી પસાર થતા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૫૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કરણભાઈ કુંવરજીભાઈ વીકાણી જાતે દેવીપુજક (૧૮) રહે. કુબેર સિનેમા પાછળ મોરબી તથા નિર્બળભાઇ જાદવભાઈ વિકાણી જાતે દેવીપુજક (૨૨) રહે. દલડી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે.






Latest News