ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મારુતિ પાર્કમાં પત્ની સાથે ઝઘડા બાદ પતિએ કર્યો આપઘાત


SHARE







મોરબીના મારુતિ પાર્કમાં પત્ની સાથે ઝઘડા બાદ પતિએ કર્યો આપઘાત

મોરબી શહેરમાં આવેલ મારુતિ પાર્ક વિસ્તારની અંદર રહેતા દંપતીને કોઈ બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ યુવાને પોતાના ઘરની અંદર પંખા સાથે સ્વેટર વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ મારુતિ પાર્ક વિસ્તારની અંદર રહેતા આકાશભાઈ હસમુખભાઈ આંજણકા (28) ને તેના પત્ની મનીષાબેન આકાશભાઈ આંજણકા સાથે ઘરે હતા ત્યારે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આકાશભાઇને લાગી આવતા તેને પોતાના ઘરની અંદર પંખા સાથે સ્વેટર વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પતિ મનીષાબેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ત્રણ બોટલ દારૂ

માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામના ઝાપા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1125 ની કિંમતની દારૂની બોટલો તથા 5000 રૂપિયાની કિંમત એક મોબાઈલ આમ કુલ મળીને 6125 ના મુદ્દામાલ સાથે રોનકભાઈ હિતેશભાઈ ગોસ્વામી જાતે બાબાજી (ઉંમર વર્ષ 19) રહે વેજલપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News