ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો મોરબીના રવાપર ગામે પાદરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતાં યુવાનનું મોત: અજાણ્યા વૃદ્ધનું બીમારીની સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીના રીલીફનગર- મિલી પાર્કમાંથી જુદાજુદા બે બાઈકની ચોરી


SHARE











મોરબીના રીલીફનગર- મિલી પાર્કમાંથી જુદાજુદા બે બાઈકની ચોરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રીલીફ નગરમાં રહેતા યુવાનના ઘર પાસેથી તેમજ મહેન્દ્રનગર ગામ પાસે આવેલ મિલી પાર્કમાં રહેતા યુવાનના ઘર પાસેથી જુદાજુદા બે બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને પોલીસે જુદાજુદા બે ચોરીના ગુના નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. 

જાણવા મમળતી માહિતી મુજબ મૂળ બેલા ગામના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રિલિફનગર માં રહેતા અનિરુદ્ધસિંહ દિગ્વિજયસિંહ જાડેજા જાતે દરબાર (૪૩) એ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ સી ૪૦૦૧ પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે તેના ઘર પાસેથી તે બાઈકની કોઈ અજાણ્યાસ શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

તેવી જ રીતે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ મિલી પાર્ક શેરી નંબર-૩ માં રહેતા અશ્વિનભાઈ દેવરાજભાઈ ગડારા જાતે પટેલ (૪૨) એ પોતાના ઘર પાસે તેનું બાઈક નં. જીજે ૩ બીએમ ૬૬૫૮ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને યુવાને ૨૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News