હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી : એચઆઈવી સાથે જીવતી બહેનોને દાતાઓના સહયોગથી ન્યૂટ્રેશન કીટ આપવામાં આવી


SHARE











મોરબી : એચઆઈવી સાથે જીવતી બહેનોને દાતાઓના સહયોગથી ન્યૂટ્રેશન કીટ આપવામાં આવી

મકરસંક્રાંતિ નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એચ.આઈ.વી. સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાન તેમજ એચ.આઈ.વી. સાથે જીવતા બાળકો માટે ન્યૂટ્રેશન કીટ જેમાં ૧ કિલો અડદિયા, ૧ કિલો ખજુર, ૨ કિલો ગાંઠિયા તેમજ ૧ કિલો  ફળની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી, સ્ટેટ પ્રોગ્રામ સ્પેશિયાલિસ્ટ નિકીતાબેન રાણા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી, પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં માર્ગદર્શન ટી.ડી.ઓ ઝાલા દ્વારા આપવામાં આવ્યું હતું અને બહેનો માટે જે કિટ આપવામાં આવેલ તે કીટનું અનુદાન મોરબી સિરામિક એસોસિએશન પરિવાર, અંકુરભાઇ રાણપરા, સમ્રાટ જ્વેલર્સ, ઉદયસિંહ જાડેજા (એડવોકેટ), હસુભાઈ  હિરાણી, ઋષિતભાઈ માંડકીયા ભાગવતી ગોલ્ડ, ભાવેશભાઈ શ્રીરામ ગૃહ અને સુભાષભાઈ મહેશ્વરી તરફથી આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડો. વિપુલભાઇ કલોરિયા, સિવિલના આર.એમ.ઑ. ડો. કાંતિલાલ સરડવા, મેડિકલ ઓફિસર દિશાબેન પાડલીયા, કાઉન્સેલર પિન્ટુભાઇ રાણીયા, નિખિલભાઈ ગોસાંઈ અને વિજયભાઈ અનમોલ ટ્રસ્ટ પ્રોજેક્ટ મેનેજર સહિતના હાજર રહ્યા હતા.






Latest News